દિવ્ય આશિષમ

|| શિવા ભૂત્વા શિવં યજેત ||
નારેશ્વરવાસી
શ્રી સદગુરુ રંગઅવધૂત મહારાજની
દિવ્ય આશિષ
જનતા જનાર્દનની સેવાનો શુભઆશય અને આદર્શ સામે રાખી જગન્નીયંતા પરમાત્માના પથિક સમા અનાવિલ કોમના ઇષ્ટદેવ શ્રી શુકલેશ્વર મહાદેવના અધિષ્ઠાન સાથે સ્થાપિત થયેલ આ સંસ્થાનો જન કલ્યાણ અર્થે દિન – પ્રતિદિન સર્વાગીણ ઉત્કર્ષ થાય અને સંસ્થા અનાવિલ કોમ તથા સરવાળે સમસ્ત ગુજરાતના નવઘડતરમાં પોતાનો યોગ્ય ફાળો આપે તે માટે સંસ્થાના સંચાલકો, સંસ્થાના શુભ હેતુઓને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી આ સંસ્થાને. અન્ય આવી સંસ્થાઓ માટે એક દ્રષ્ટાંતરૂપ બનાવવા જોઈતી પ્રેરણા, બળ અને ઉત્સાહ મળી રહે એવી મારી અંતરની આશિષ અને પરમાત્મા પ્રત્યે સહદય પ્રાર્થના છે.
મહાગુજરાતની ધાર્મિક જનતા ખૂણામાં આવેલી આ પ્રગતિશીલ સંસ્થાની પોતાના સાધન સામગ્રી સાથે જ છે અને રહેશે એવો તો મને વિશ્વાસ છે.
અનાવલ
શ્રી શુકલેશ્વર મહાદેવ મંદિર
તા. ૨૩-૦૨-૧૯૫૭
સહી
રંગ અવધૂત