Anaval Freeship & Scholarship
આપણું આ મંડળ સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે. મહાશિવરાત્રી સમારોહ પૂ. ગાંડા મહારાજ સંસ્કારભવનમાં મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજવામાં આવે છે. મહાશિવરાત્રી પર્વે જ્ઞાતિના તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર જ્ઞાતિજનોનું અભિવાદન તેમજ જુદા જુદા ફંડમાં વર્ષ દરમ્યાન અંકિત દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવે છે તથા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર યુવક-યુવતીઓને સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, રોકડ પારિતોષિક તેમજ અભિવાદન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવે છે. સમગ્ર સમારોહ ઉમંગ, ઉત્સાહ અને પ્રસન્નતા સભર હોય છે.