Medical and Other Help

Medical & Other Help

તબીબી સહાય

શ્રી રસીકલાલ મગનભાઈ દેસાઈ, કતારગામ અર્પિત બપ્પાઈબા સદગત જમનાબેન નીછાભાઇ દેસાઈ, ગં.સ્વ. શારદાબેન ઉર્ફે લલિતાબેન ખંડુભાઈ કલ્યાણજી દેસાઈ ખરા અબ્રામા શિશુ તબીબી સહાયનિધિ તથા સદગત સુમિત્રાબેન મનુભાઈ દેસાઈ ચણવઈ જનરલ તબીબી સહાયનિધિ તથા વર્ષમાં મળેલ અન્ય અંકિત દાનની રકમના વ્યાજમાંથી દર વર્ષે તબીબી સહાયનું વિતરણ કરવામાં આવે છે.

સર્વરોગ નિદાન, આંખ તપાસ, નિદાન શીક્ષ સેલ અને એનેમિયા નિદાન કેમ્પ

માનવસેવા એ જ માધવ સેવા – આ અનુસંધાને આપણું મંડળ છેલ્લા ૭ વર્ષથી વિના મૂલ્યે સર્વજન માટે ઉપરોક્ત શિબિર યોજે છે. અનાવલ પંથકના લોકો એનો વિશેષ લાભ લે છે. તપાસ નિદાન તથા પૂરી દવા અને ઓપરેસનના ખર્ચની જવાબદારી આપણે ઉપાડીએ છીએ.

જય શુકલેશ્વર પ્રકાશન

જય શુકલેશ્વર સમાજનું અઘોષિત મુખપત્ર બની ગયું છે. દેશ-વિદેશ સ્થાયી થયેલ અનાવિલ પરિવારો અને સંસ્થાને એકસૂત્રે સાંકળવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આજે દર માસની નવ તારીખે પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ માસિકની યાત્રા ૩૯મા વર્ષમાં પ્રવેશી ૯૦૦૦ આજીવન ગ્રાહકો સુધી આવી પહોંચી છે. ૧૦ હજારના આંક ઉપર પહોંચવાની ઉતાવળ છે. સંગઠન ભાતૃત્વને ઉત્તેજન આપવા આપણા જુદા-જુદા મંડળોની પ્રવૃત્તિ વિના મૂલ્યે છાપીએ છીએ. આજીવન લવાજમ વ્યકિતની હયાતીના સંદર્ભમાં જ છે. આ પ્રકાશનના અર્થતંત્રને કયારેક ખોટ પણ રહે છે. આ માસિકના નિભાવ માટે જય શુકલેશ્વર નિભાવ નિધિ શરૂ કર્યું છે. તમારા આજીવન લવાજમ પેટે શુભેચ્છા રકમ જય શુકલેશ્વરમાં પ્રસિધ્ધ થતી વિનંતી- અપીલના અનુસંધાનમાં જરૂરથી એ રકમ મોકલશો. આજે આજીવન લવાજમ દેશમાં રૂ. ૧૫૦૦/- છે.